સરખેજ વોર્ડમાં આજે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરીને ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. સાણંદ ક્રોસિંગ પાસે મંજૂરી વગર નવા બની રહેલા બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. આ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત મસ્જિદ સહિતના ધાર્મિક દબાણોને પણ સંપૂર્ણપણે દૂર કરીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે.