થરાદ પોલીસે ઘંટીયાળી ગામે થયેલી ચકચારી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડી ₹2,61,250/- નો સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કર્યો છે.સરહદી રેન્જ કચ્છ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી