ભુજ: પધ્ધર પોલીસના બે ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
Bhuj, Kutch | May 8, 2026 પશ્ચિમ કચ્છ ભુજ પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ પોલીસે અલ્તાફ ઉર્ફે કારો જુણસ કુંભાર, રહે. ભુજને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે પધ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં લાંબા સમયથી ફરાર હોવાનું સામે આવ્યું હતું. પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા કાર્યવાહી હાથ ધરી આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.