ઘાટલોડિયા: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવે પ્રોજેક્ટની લીધી મુલાકાત
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટના નિર્માણ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે ચાલી રહેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી હતી. રેલ મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી કામ સમયસર પૂરું કરવા અને ગુણવત્તા જાળવી રાખવા અંગે જરૂરી સૂચનો આપ્યા હતા.