ગોધરા: ઘુસર ગામે ખાણ ખનિજ વિભાગની ટીમ પર હુમલો,બે અધિકારીઓ ઇજાગ્રસ્ત, ગોધરા સિવિલમાં દાખલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં ફરી એકવાર ખનીજ માફિયાઓનો આતંક સામે આવ્યો છે. કાલોલના ઘુસર ગામપાસેથી પસાર થતી ગોમા નદીમાં લાંબા સમયથી ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોવાની બાતમીને આધારે ખાણ ખનિજ વિભાગની ટીમ તપાસમાં પહોંચી હતી. જોકે, ત્યાં હાજર માથાભારે તત્વોએ કાયદાનો ડર રાખ્યા વિના સરકારી ટીમ પર હિંસક હુમલો કરી દીધો હતો. જ્યારે ટીમ નદીના પટમાં ખનન રોકવા અને કાર્યવાહી કરવા પહોંચી, ત્યારે ખનીજ માફિયાઓની ટોળકીએ અચાનક લાકડીઓ અને પાવડા જેવા હથિયારો વડે હુ