રાજકોટ: કમોસમી વરસાદને કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન, જગતનો તાત ભારે ચિંતામાં, સરકાર દ્વારા તાત્કાલિક સહાયની માગણી
Rajkot, Rajkot | Nov 1, 2025 કમોસમી વરસાદને કારણે કપાસ મગફળી સહિતના ખેડૂતોના તમામ ચોમાસુ પાકો ધોવાઈ ગયા છે. જેને લઈને જગતનો તાત ભારે ચિંતામાં આવી ગયો છે. પોતાની વ્યથાઓ ઠાલવતા આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ પડધરીના ખેડૂતોએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા તમામ નુકસાનનો તાત્કાલિક સર્વે કરવામાં આવે અને તેમના નુકસાનની પૂરેપૂરી ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે.