ઘાટલોડિયા: શારદાબેન હોસ્પિટલમાં પ્રસુતાનુ મોત થતા પરિવારનો હોબાળો
શારદાબેન હોસ્પિટલમાં મોત પર હોબાળો.અમદાવાદની સરસપુર સ્થિત શારદાબેન હોસ્પિટલમાં સ્ટાફની ઘોર બેદરકારીના કારણે ગર્ભવતી મહિલાનું મોત થયું હોવાનો પરિવારે સંગીન આક્ષેપ કર્યો છે. ગઈકાલે બપોરે દાખલ કરાયેલી મહિલાએ આજે સવારે દમ તોડ્યો હતો. આક્રોશિત પરિવારજનોએ હોસ્પિટલ પ્રશાસન સામે તબીબી બેદરકારીનો ગુનો નોંધી કડક પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે.