આગામી ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન થકી અબોલ પક્ષીઓના સંરક્ષણ, સારવારની યોગ્ય વ્યવસ્થા અંગે માનવતા અને સંવેદનાના અભિગમ સાથે પક્ષિઓને જીવનદાન-અભયદાન આપીએ તેમ જિલ્લા કલેકટર કચેરીએથી કલેકટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું.ઉપરાંત આણંદ જિલ્લામાં જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબરો પર ઘાયલ પક્ષીઓની જાણ કરવા અપીલ કરી હતી.