ગોહિલવાડ ની ધરતી પર આવેલા પ્રસિદ્ધ મુરલીધર દાદાના નવનિર્મિત મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધુમથી ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જે સંદર્ભે લીંબડી દિગ્વિજયસિંહ છાત્રાલય ખાતે પધારેલા પુ. લાલબાપુ એ સમસ્ત ક્ષત્રિય સમાજ ને સંબોધન કર્યું હતું. અને વ્યશન અને ફેશન નો ત્યાગ કરી જીવન ને વધારે પડતાં ભૌતિક સુખ સાધનો થી દુર રહેવા ભાર મુક્યો હતો અને કન્યા કેળવણી ને વધુ વેગ આપવા જણાવ્યુ હતું.