હરણી પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપ્યો
હરણી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલી સચોટ બાતમીના આધારે વાપીથી અમદાવાદ તરફ જતા ગોલ્ડન બ્રિજ પાસે એક શંકાસ્પદ આઇસર ટેમ્પો (GJ 06 AZ 7886) ને અટકાવીને ચેક કરવામાં આવ્યો હતો. ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના કુલ ૩,૦૨૪ નંગ ક્વોટર/ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૫,૭૬,૦૦૦ થાય છે. પોલીસે રૂ. ૮ લાખની કિંમતનો ટેમ્પો અને મોબાઈલ મળીને કુલ રૂ. ૧૩,૮૧,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી મૂળ યુપી અને હાલ મંજુસર રહેતા વાહન ચાલક મુરશીદ નદીમ હુસેન ખાનની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો ભાદરવાના સંદીપકુમાર પ્યારેલાલ રાણાએ મંગાવ્યો હોવાનું અને અન્ય એક અજાણ્યા ઇસમે ભરી આપ્યો હોવાનું બહાર આવતાં પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
#factfindernews #goldenbridge #harnipolice #prohibition #arrestedVadodara