મહેસાણા: દિવાળી પહેલા રસ્તાઓ પર જંગલ કટિંગની કામગીરી શરૂ, વાહનચાલકોની સુરક્ષા પર ભાર
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મહેસાણા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની સફાઈ અને જંગલ કટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાલમ-વડુ-ભાંડુ-દાવડા રોડ સહિતના માર્ગો પર અકસ્માતો અટકાવવા માટે વિઝિબિલિટી સુધારવા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.