સુરતના અડાજણ સ્થિત ફ્લાયઓવર બ્રિજ નીચેથી એમડી ડ્રગ્સ ના જથ્થા સાથે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.શુક્રવારે મોડી સાંજે બર્ગમેન મોપેડ લઈ શખ્સ એમડી ડ્રગ્સ ની ડિલિવરી આપવા આવ્યો હતો.જેની પાસેથી 4.280 ગ્રામ એમડી ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.જેને પોતાનું નામ રઝાક રોનક શેખ હોવાનું જણાવ્યું હતું.પોતે ડ્રગ્સ નો જથ્થો રિઝવાન નામના ઇસમને ડિલિવરી કરવા આવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે વોન્ટેડ જાહેર કરી 1.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.