ગોધરા: વિઝોરા ચોકડી પાસે હિટ એન્ડ રન અકસ્માત, યુવાનને ગંભીર ઈજાઓ – અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
વિઝોરા ચોકડી પાસે હિટ એન્ડ રન અકસ્માતમાં ગોલી ગામના હર્ષદભાઈ રબારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓ પેટ્રોલ ભરાવી પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેમની બાઈકને પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં તેઓ રોડ પર પટકાયા હતા અને માથા તથા છાતીમાં પાંસળી ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિવારજનો તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવ અંગે અજાણ્યા ટ્રક ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.