ભાવનગર શહેર: બોર તળાવ ઇસ્કોન રોડ પર બનેલી લૂંટ અને હુમલાની ઘટના મામલે પોલીસે બે શખ્સોને ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Apr 4, 2026
ભાવનગર શહેરના બોર તળાવ નજીક ઇસ્કોન ક્લબ રોડ પર યુવક યુવતી પર હુમલો કરાયાની ઘટના બની હતી. ભાવિ પતિ-પત્ની પર થોડા દિવસ પહેલા બે શખ્સોએ છરી બતાવી હુમલો કરી અને પૈસા તેમજ મોબાઇલની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. જે સમગ્ર ઘટના અંગે નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી. ત્યારે નિલમબાગ પોલીસ પથક દ્વારા ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી બે શખ્સોને ઝડપી લીધા હતા.