વિજાપુર: વિજાપુર તાલુકાના રેશન ડીલરો એ મામલતદાર ને આવેદન પત્ર સુપ્રદ કરી પડતર પ્રશ્ન નો ઉકેલ લાવવા માંગ કરી
વિજાપુર તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશને મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર સાજન ભાઈ પટેલ આવેદનપત્ર સુપરત કરીને રાજ્ય એસોસિએશનના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તાલુકા એસોસિએશને નાયબ મામલતદાર પુરવઠા ને આજરોજ મંગળવારે બપોરે એક કલાકે આવેદનપત્ર આપતા રજૂઆત 13 જેટલી માંગો માટે રજૂઆત કરી હતી.અને 1 નવેમ્બર ૨૦૨૫ના માસમાં રેશન કાર્ડ ધારકોને જથ્થો વિતરણ કરવા માટે પરમિટ કે ચલણ જનરેટ કરવામાં આવશે નહીં અને જથ્થા વિતરણથી અળગા રહીને આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.