ગોધરા: શહેરના ચર્ચ સર્કલ પાસે બે જૂથ વચ્ચે ઝઘડો થવા મામલે પોલીસ દ્વારા શાંતિભંગ બદલ બંને પક્ષ સામે ગુનો નોંધ્યો હતો
ગોધરા શહેરના ચર્ચ સર્કલ વિસ્તારમાં મોપેડ અને કાર વચ્ચે થયેલી સામાન્ય અથડામણથી બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. માહિતી મળતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને બંને પક્ષોને છૂટા પાડી પરિસ્થિતિ કાબૂમાં લીધી. એક પક્ષમાં જય સોલંકી સહિત 10થી વધુ અને બીજા પક્ષમાં શેખ ઇમરાન સહિત 15થી વધુ લોકો સામેલ હતા. જાહેર સ્થળે શાંતિ ભંગ થવાને કારણે પોલીસે બંને પક્ષ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.