સિહોર: શિહોર પંથક ધમરોળતા તસ્કરો સુરકા ગામની વધુ એક વાડીમાંથી સ્ટાર્ટરની ચોરી
સિહોર તાલુકામાં આજુબાજુ દેવ મંદિરો ને ચોરી નો ટાર્ગેટ બનાવવાની સાહી સુકાય નથી ત્યાં વધુ એક ચોરી નો બનાવ મોટા સુરકા ગામે રહેતા ગોપાલભાઈ જસાણી ની વાડીએ થી મોટર સ્ટાર્ટર ની ચોરી ની ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ સામે આવી છે જેમાં ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે કે તેમની કરાળ વાળી વાડી નામે ઓળખાતી વાડીએ મોટર ચાલુ કરવાનું સ્ટાર્ટર ઓરડીમાં લગાવેલું હતું જે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હોય જે અંગે સિહોર ના મોટા સુરકા ગામના ખેડૂત ની ફરિયાદ