ગોધરા: માતાને જામીન મળ્યા, 4 વર્ષના પુત્ર સાથે જેલમુક્ત: પિતાની હત્યાના આરોપસર મહિલાએ 5 મહિના ગોધરા જેલમાં વિતાવ્યા
પિતાની હત્યાના આરોપસર છેલ્લા ૫ મહિનાથી ગોધરા સબ જેલમાં બંધ માતાને અદાલત દ્વારા જામીન મુક્ત કરવાનો આદેશ અપાતાં, તેમની સાથે જેલમાં રહેતો ૪ વર્ષનો માસૂમ પુત્ર પણ બહાર આવ્યો હતો. માસુમિયત અને લાગણીઓના અનોખા સંગમ વચ્ચે, જેલના મુખ્ય દરવાજેથી બહાર નીકળતા જ આ નાનકડા બાળકે મોટેથી "ભારત માતા કી જય" નો પોકાર પાડ્યો હતો. કાળઝાળ વાસ્તવિકતા વચ્ચે માસૂમ બાળકના આ નિર્દોષ શબ્દોએ ત્યાં હાજર સૌ કોઈના દિલ સ્પર્શી લીધા હતા. માનવતા અને ન્યાયનો એક અનોખો કિસ્સો પંચમહા