લીંબડી સેવા સદન કચેરી ખાતે SIR ની કામગીરી અંતિમ તબક્કામાં ચાલુ છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં થી અનેક લોકો ને નોટિસ ફટકારી સેવા સદન કચેરી ખાતે બોલાવવામાં આવે પરંતુ અરજદારો જે અભણ છે એવા લોકો પાસે સ્કૂલ લિવિંગ અથવા જન્મનુ પ્રમાણપત્રો માંગવામાં આવે છે. જે ઘણા લોકો પાસે ન હોય એમને ધક્કો થાય છે. ચુંટણી વખતે જેમ ચુંટણી અધિકારી કાફલો સિનિયર અસક્ત મતદારો ના ઘરે જઇ મતદાન કરાવે છે તેમ જો ઘરે ઘરે જઈ SIR ની કામગીરી કરાય તેવી લોક એ રજુઆત કરી છે.