ગોધરા: પોલીસે મરિયમ મસ્જિદ પાસેથી મોપેડ પર લઈ જવાતા ઝડપી પાડેલો શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસનો હોવાનું પુરવાર થયું
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે રામપુરા વિસ્તારમાં મરિયમ મસ્જિદ પાછળ છાપો મારી મોપેડ પર લઈ જવાતો 44 કિલો શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ઘટનાસ્થળેથી ત્રણ ઇસમોમાંથી બે નાસી છૂટ્યા હતા. પોલીસે મોપેડ, માંસ અને દસ્તાવેજો સહિત કુલ રૂ. 58,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તપાસ માટે મોકલાયેલા નમૂનાઓમાં આ માંસ ગૌમાંસ હોવાનું પુરવાર થયું છે. આ મામલે બે અજાણ્યા ઇસમો સામે પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે અને પોલીસે વધુ