ગોધરા: ગોધરાના ઈદગાહ મેદાન ખાતે બકરી ઈદની નમાઝ અદા, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા
ગોધરાના ઈદગાહ મેદાન ખાતે બકરી ઈદની નમાઝ અદા, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટ્યા ગોધરા શહેરના ઈદગાહ મેદાન ખાતે આજે ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી. હજરત મોલાના શેખુલ હદિસ ગુલામ રસુલ ધન્તયા સાહબ દ્વારા ઈદની નમાઝ અદા કરાવવામાં આવી હતી.વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઈદગાહ મેદાન ખાતે પહોંચ્યા હતા અને ભાઈચારું, અમન-શાંતિ તેમજ દેશની ખુશહાલી માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી.