રાજુલા: “મારી કામગીરી પર કોઈ સવાલ કરે તો ફરક નથી” — રાજુલાના MLA શ્રી સોલંકીનો વીડિયો ચર્ચામાં
Rajula, Amreli | Oct 31, 2025 રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. વીડિયોમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કહે છે કે “મારી કામગીરી પર કોઈ સવાલ કરે તો મને ફરક નથી પડતો, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં કરેલ મારી કામગીરી હું જનતા સમક્ષ રજૂ કરીશ.”આ વીડિયો વાયરલ થતા રાજુલા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.