ગોધરા: ગોધરામાં સિન્દુરી માતા મંદિર નજીક જુગાર રમી રહેલા 6 ઇસમો ઝડપાયા, ₹52,950નો મુદ્દામાલ જપ્ત
ગોધરામાં સિન્દુરી માતા મંદિર પાસે ખાડી ફળીયામાં એલ.સી.બી. પોલીસે રેઇડ કરી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડ્યા. પોલીસને ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, ગંજી પત્તા અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 52,950નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. મુખ્ય આરોપી સંજય પ્રભુદાસ ક્રિચયન સામે પણ કેસ નોંધાયો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાઈ આગળની તપાસ હાથ ધર