ભાવનગર શહેર: કુંભારવાડા અક્ષરપાર્કમાં સરકારી શાળામાં પંખો નીચે પડ્યો, સ્થાનિક નાગરસેવકે પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jul 4, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી અક્ષર પાર્ક સોસાયટીમાં સરકારી શાળામાં એક પંખો અચાનક નીચે પડ્યો હતો. ક્લાસરૂમમાં નાની બાળાઓ અભ્યાસ કરતી હતી તે દરમિયાન પંખો નીચે પડતા એક બાળકીને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં કોઈ મોટી ગંભીર ઈજા સર્જાય ન હતી. જે બનાવને લઈને સ્થાનિક નગરસેવકે સ્થળ મુલાકાત લીધી અને પ્રતિક્રિયા આપી હતી.