વઢવાણ: સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ખિસ્સા કાતરુ ગેંગ સક્રિય બે દિવસમાં પાંચથી વધુ લોકોના ખિસ્સા કપાયાની રાવ
સુરેન્દ્રનગર એસટી ડેપોમાં ખિસ્સા કાતરુ ગેંગ સક્રિય થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ દિવાળીના તહેવારને લઈને એસટી બસ સ્ટેશનમાં મુસાફર ની ભારે ભીડનો લાભ લઈ ખિસ્સા કાતરુ ઓ સક્રિય થયા હોય તેમ છેલ્લા બે દિવસમાં પાંચથી વધુ લોકોના ખિસ્સા કપાયાની રાવ ઉઠવા પામી છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.