ગોધરા: સિંદુરી માતાના મંદિર પાસે રહેતી પરિણીતા પોતાની પુત્રી સાથે ઘરેથી જાણ કર્યા વિના ક્યાંક ચાલી જઈને ગુમ થઈ ગઈ હતી
ગોધરા શહેરના સિંદુરી માતાના મંદિર પાસે રહેતી 22 વર્ષીય પરિણીતાભાવીની પોતાની ચાર વર્ષની પુત્રી સાથે ઘેર જાણ કર્યા વિના ગુમ થઈ ગઈ હતી. ઘટના 29 એપ્રિલની સાંજના સમયે બની હતી. પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં તેમની કોઈ માહિતી મળી નહોતી. આ અંગે માતા વિમળાબેન પરમારે ગોધરા બી ડિવિઝન પોલીસમથકે જાણવાજોગ નોંધાવી હતી. પોલીસે મામલો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.