ભાવનગર શહેર: કાળીયાબીડ હરિઓમ નગરમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓનો આક્રોશ #jansamasya
Bhavnagar City, Bhavnagar | Apr 4, 2026
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ભાવનગર શહેરમાં સૌથી મોટી એવી વસ્તી ધરાવતું કાળિયાબીડ કે જ્યાં મોટાભાગના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે, કાળિયાબીડ હરિઓમ નગરમાં છેલ્લા કેટલાય સમયથી પીવાનું પૂરતું પાણી ન મળતું હોવાથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.આ વિસ્તારમાં લોકોને પીવાના પાણી માટે સ્વખર્ચે ટેન્કર મંગાવવા પડી રહ્યા છે. જેને લઇને સ્થાનિક મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો.