મહેસાણા: એનિમિયા મુક્ત ભારત અભિયાનમાં મહેસાણા જિલ્લાની મોટી સિદ્ધિ, રાજ્યમાં મેળવ્યો દ્વિતીય ક્રમ
એનિમિયા મુક્ત ભારત અભિયાનમાં મહેસાણા જિલ્લાએ સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ મેળવ્યો છે. વર્ષ 2025-26 દરમિયાન કિશોર-કિશોરીઓને IFA પૂરક આપવામાં જિલ્લા તંત્રની કામગીરી રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ સાબિત થઈ છે.