ગોધરા: સાતપુલ પાસે કેપ્સ્યુલ પ્લોટ વિસ્તારમાં લાકડાના કારખાનામાં અચાનક લાગી આગ, સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ.
ગોધરા શહેરના સાતપુલ પાસે આવેલા કેપ્સ્યુલ પ્લોટ વિસ્તારમાં એક લાકડાના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. કારખાનામાં લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે આસપાસના રહીશોમાં ભારે ગભરાટ અને અફરાતફરી મચી ગઈ છે. ગોધરાના સાતપુલ કેપ્સ્યુલ પ્લોટ વિસ્તારમાં આવેલા એક લાકડાના કારખાનામાં આજે અચાનક આગ લાગવાની દુર્ઘટના બની હતી. લાકડાના કારણે આગ ઝડપથી પ્રસરી હતી. ઘટનાની જાણ થતા જ ગોધરા નગરપાલિકાના ફાયર વ