ભાવનગર શહેર: પાનવાડીમાં જાહેર વિતરણનું મીઠું બિનવારસી હાલતમાં મળ્યું
Bhavnagar City, Bhavnagar | Apr 10, 2026
આજે તારીખ 10 એપ્રિલના રોજ બોકરના 12 કલાકના અરસામાં ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં જમોડ હાઈસ્કૂલ તરફ જતા માર્ગ પર સરકારી જાહેર વિતરણ હેઠળનું મીઠું ભરેલી બાચકીઓ બિનવારસી હાલતમાં મળી આવતાં ચર્ચાનો વિષય બન્યો છે. માર્ગ પાસે મુકાયેલ આ બાચકીઓ અંગે સ્થાનિકોમાં આશ્ચર્ય ફેલાયું છે. જે અંગેની જાણ સંબંધિત તંત્રને કરવામાં આવી.