બળદિયા વિસ્તારમાં પરીણિતાની પજવણી કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ હતી. આ બાબતે મળતી વિગતો મુજબ ફરિયાદીએ આરોપી મોથાળાના ફારૂક ઓસમાણ નોડે સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આરોપીએ ફરિયાદીને અવાર-નવાર ફોન અને મેસેજો કર્યા હતા. તેમજ અલગ અલગ નંબરો પરથી ફરિયાદીના પિતા અને પતિને મેસેજ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા માનકૂવા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.