ગોધરા: પંચમહાલ એસઓજીની કાર્યવાહી: બે ગુન્હામાં વોન્ટેડ આરોપી સાલિયા-સંતરોડ હાઈવે પરથી ઝડપાયો
પંચમહાલ SOG પોલીસે રાયોટિંગ અને પશુ સંરક્ષણ અધિનિયમના બે ગુન્હામાં વોન્ટેડ આરોપી અનવર હુસેન ઉર્ફે “બટકો”ને ઝડપ્યો. ચોક્કસ બાતમીના આધારે મોરવા હડફ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સાલીયા-સંતરોડ હાઈવે પરથી તેની ધરપકડ કરવામાં આવી. આરોપી ગોધરા ટાઉન બી ડિવિઝન તથા લુણાવાડા પોલીસ સ્ટેશનના ગુન્હામાં વોન્ટેડ હતો. પ્રાથમિક પૂછપરછમાં અન્ય ગુનાઓમાં સંડોવણી સામે આવી. આરોપી વિરુદ્ધ ગોધરા, દાહોદ અને વડોદરા સહિત અનેક પોલીસ સ્ટેશનોમાં ગુન્હા નોંધાયેલા છે.