બારડોલી: બારડોલીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો જાહેર અભિવાદન સમારોહ નાંદીડા ખાતે યોજાયો
Bardoli, Surat | Oct 12, 2025 રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ ભાજપની પ્રણાલી અને સરકારની ઉપલબ્ધિઓની માહિતી આપી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વકર્માની બૂથ કાર્યકરથી પ્રમુખ સુધીની સફરને બિરદાવી અને સરકારની યોજનાઓનું વર્ણન કર્યું. એક હજાર બાઇક અને કાર ચાલકોની રેલી સાથે પ્રમુખનું સ્વાગત થયું. જગદીશ વિશ્વકર્માએ પ્રથમ સાધુ-સંતોના આશીર્વાદ લઈ, બારડોલી, સુરત અને તાપીના નાગરિકોની પ્રશંસા કરી. તેમણે પોતાની સામાન્ય કાર્યકરથી પ્રમુખ સુધીની યાત્રા અને ભાજપ કાર્યકરોના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.