ભાવનગર: ભંડારીયા ખાતે શ્રી બહુચર માતાજીના મંદિરમાં માતાજીનો સુવાંગ રચવામાં આવ્યો
ભાવનગર નજીકના ભંડારીયા ગામે આવેલ શ્રી બહુચરાજી માતાજીના મંદિરે પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અષ્ટમીના દિવસે માતાજીનો સ્વાંગ રચવામાં આવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે ભંડારીયા ગામના ભવાઇ નાટક વિશ્વવિખ્યાત છે, ત્યારે માતાજીનો સ્વાંગ એ પણ ભવાઈનો એક ભાગ છે. માતાજીના સ્વાંગના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા.