મોડાસા- ધનસુરા રોડ પર આવેલી વિઝા કન્સલ્ટની ઓફિસે આવેલા પતિ - પત્ની પૈકી પત્નીને ઓચિંતા આવી ગયેલા કેટલાક વ્યક્તિઓ ખેંચતાણ કરી ઉઠાવી ગ્યા હોવાનું બહાર આવ્યું
6 મહિના પહેલા મેઘરજની લઘુમતી કોમની યુવતી એ મોડાસાના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા
અલગ સમાજ માં લગ્ન કર્યા હોવાથી સતત ડરના માહોલમાં જીવતા કપલે ઓસ્ટ્રેલિયા જવાનો પ્લાન બનાવી મોડાસાના વિઝા કન્સલ્ટન્ટનો સંપર્ક કર્યો હોવાની વિગત
વિઝા કન્સલ્ટન્ટે આજે રૂબરૂ બોલાવતા પતિ પત્ની કન્સલ્ટન્ટ પાસે ગયા હતા ત્યારેજ યુવતીના જ કેટલાક અંગત સબંધીઓ અચાનક આવી ગ્યા હતા અને તેનું અપહરણ કર્યું હતું
પત્નીનું અપહરણ કરી જનારા બે કારોમાં આવ્યા હોવાની વિગત
પત્નીના અપહરણ બાદ મુખ્ય રોડ પર આવી પોતાની કારમાં બેસવા જઈ રહેલા યુવકને કેટલાક લોકોએ ઘેરી લઇ ઢોર માર માર્યો હોવાનો વિડીયો પણ વાયરલ થયો
મારથી ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકની આંખે ઈજા થતા એક આંખે દેખાતું બંધ થયુ હોવાની પ્રાથમિક વિગત
યુવક અને યુવતીના લગ્ન જીવનના ફળ સ્વરૂપે ત્રણેક માસનો ગર્ભ ધરાવતી હોવાની વિગત યુવક દ્વારા જણાવાઈ
અપહરણ અને મારની ઘટના બાદ ઘટના સ્થળે દોડી આવેલી ટાઉન પોલીસની ટીમે આસપાસના વિસ્તાર ના cctv ફૂટેજ મેળવવાની સાથે યુવતીનું અપહરણ કરનાર અજાણ્યા લોકો ને ઓળખી કાઢવા યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરી હોવાની વિગતો
પોલીસ તાબળતોબ કાર્યવાહી કરી અપહરણ કારોના કબ્જામાંથી પોતાની પત્નીને બચાવી લે તેવી માંગ પતિ દ્વારા કરાઈ
અપહરણ અને મારની ઘટનાની મોડાસા નગરમાં જાણ થતા વ્યાપક ચર્ચાની સાથે મોડાસામાં લૂખા તત્વોનો આતંક વધ્યો હોવાના નાગરિકોએ આક્ષેપ લગાવ્યા હતા...
.
#modasa #marumodasa #meghraj #aravalli #modasacity