ગોધરા: વિશ્વ યોગ દિવસના અનુસંધાને બ્રહ્માકુમારીઝ ગોધરા કેન્દ્ર દ્વારા "વોલ્ક ફોર યોગા" અંતર્ગત શાંતિ યાત્રા પદયાત્રાનું આયોજન
આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારીઝ ગોધરા કેન્દ્ર દ્વારા શહેરમાં સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક જાગૃતિ અર્થે "વોલ્ક ફોર યોગા" અંતર્ગત શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય સંચાલિકા બી.કે. સુરેખા દીદીએ લીલી ઝંડી આપી યાત્રાનું પ્રસ્થાન કરાવતા જણાવ્યું કે, યોગ એ મન-આત્માને પરમાત્મા સાથે જોડી શાંતિ મેળવવાનો રાજમાર્ગ છે. શ્વેત વસ્ત્રોમાં સજ્જ આશરે ૫૦ જેટલા ભાઈ-બહેનોએ શિસ્તબદ્ધ રીતે મુખ્ય માર્ગો પર પદયાત્રા કરી હતી. યાત્રા દરમિય