સિહોર ના ગુંદાળા વિસ્તારમાં આવેલ નગરપાલિકા ની ડંમ્પીગ સાઈડ (ઉથરેટી)માં અચાનક કોઈ કારણસર આંગ લાગી હતી અને ધુમાડા આજુબાજુના વિસ્તારમાં ફેલાઈ ગયા હતાં આ બનાવ ની જાણ સિહોર નગરપાલિકા ના ફાયર વિભાગ ને થતાં ફાયર સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ને છુટા છુટા બે ત્રણ જગ્યા એ કચરાના ઢગલા પર આંગ લાગી હતી ત્યાં પાણી નો છટકાવ કરી ને એક કલાક ની જહેમત બાદ બે હજાર લિટર પાણી નો છટકાવ કરી આંગ પર કાબુ મેળવેલ આ વારંવાર આંગ લાગવાનું કારણ મળેલ નથી