રાજુલા: અમરેલી એલ.સી.બી.ની ધમાકેદાર કાર્યવાહી — રાજુલાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે ઈસમો ઝડપાયા
Rajula, Amreli | Oct 13, 2025 અમરેલી એલ.સી.બી.એ સફળ કાર્યવાહી કરી છે. ટેકનિકલ માહિતીના આધારે એલ.સી.બી. ટીમે બે શંકાસ્પદ ઈસમોને રોકડ રકમ, મોબાઈલ અને બાઈક સહિત કુલ ₹૭૫,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. પૂછપરછમાં આરોપીઓએ રાજુલામાં દુકાનમાં ઘરફોડ ચોરીની કબૂલાત આપતા અનડિટેક્ટ ગુનો ઉકેલાયો. પકડાયેલા આરોપી સુરતના રહીશો તથા અગાઉ પણ અનેક ચોરીના ગુનાઓમાં સંકળાયેલા હોવાનું સામે આવ્યું.