ગોધરા: નગરપાલિકામા ભાજપનું ‘નો-રિપીટ’ શસ્ત્ર; 26 ઉમેદવારોની યાદીમાં માત્ર 3 ઉમેદવારો રિપિટ કર્યા 23 નવા ચહેરાનો સમાવેશ
ગોધરા નગરપાલિકાની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોધરા નગરપાલિકા માટે 7 વોર્ડ ના 26 ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ સત્તા વિરોધી લહેરને ખાળવા માટે 'નવા ચહેરા' પર વધુ ભરોસો કરી રહ્યા છે.ભાજપની આ યાદીમાં સૌથી મોટો ઉલટફેર જોવા મળ્યો છે. પક્ષે મોટાભાગના જૂના અને અનુભવી નેતાઓની ટિકિટ કાપીને તેમને ‘ઘર ભેગા’ કર્યા છે. કુલ 26 ઉમેદવારોમાંથી માત્ર 3