લખપત: કોરિયાણીમાંથી સસલાનો શિકાર કરનાર 3 આરોપીઓ દબોચાયા
Lakhpat, Kutch | Nov 22, 2025 કચ્છના લખપત તાલુકાના કોરિયાણી ગામ પાસેથી વન વિભાગે સસલા અને સાંઢાનો શિકાર કરવા બદલ ત્રણ વ્યક્તિને ઝડપી પાડ્યા છે. નારાયણ સરોવર રાઉન્ડમાં રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન આ શિકારીઓ પકડાયા હતા. તેમની સામે વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.