કાલોલ: વેજલપુર બાગાયત કેન્દ્રને અપગ્રેડ કરી સ્વતંત્ર ઈન્સ્ટીયુટનો દરજ્જો મળે તેવી સાંસદ રાજપાલસિંહ જાદવની લોકસભામાં રજૂઆત
આજરોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ તાજેતરમાં ચાલી રહેલા લોકસભા સત્રના શુન્યકાળ દરમ્યાન પંચમહાલ (ગોધરા)ના લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવે સદનમાં કેન્દ્ર સરકાર સમક્ષ પોતાના મતવિસ્તારના વેજલપુર બાગાયત કેન્દ્ર વિશે વિસ્તૃત માહિતી આપીને બાગાયત કેન્દ્રને નેશનલ હોલ્ટીકલ્ચરને ધોરણે અપગ્રેડ કરી સ્વતંત્ર ઈન્સ્ટીયુટનો દરજ્જો આપવામાં આવે તેવી પોતાની સ્પીચમાં રજૂઆત કરી હતી.