ગોધરા: તાલુકાના કાંકણાપૂર ખાતે આવેલ એમ. જી. શાહ હાઈસ્કૂલમાં 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ' યોજાયો
ગોધરા તાલુકાના કાંકણપુર ગામે આવેલી એમ. જી. શાહ હાઈસ્કૂલ ખાતે 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ' કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ અને કન્યા કેળવણીના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સાંસદે વાલીઓને દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવવા પ્રેરિત કર્યા હતા.મહોત્સવ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક વિભાગના અંદાજે 50 જેટલા બાળકોને કુમકુમ તિલક, મોં મીઠું કરાવી અને શૈક્ષણિક કીટ આપીન