ધરણીધર તાલુકાના લોદ્વાણી માઇનોર કેનાલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતો અને ગામના સરપંચ દ્વારા વારંવાર રજૂઆતો કરાયા બાદ નર્મદા વિભાગે આ કામગીરી હાથ ધરી છે.અતિભારે વરસાદને કારણે લોદ્વાણી માઇનોર કેનાલ તૂટી ગઈ હતી. અગાઉ સમારકામ ન થવાને કારણે ખેડૂતો રવિ સિઝનનું વાવેતર કરી શક્યા ન હતા.