કડી: નાનીકડી મેઘના છાત્રાલય ખાતે ઝાલાવાડી કડવા પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો,વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ હાજર
Kadi, Mahesana | Nov 2, 2025 કડી કલ્યાણપુરા રોડ ઉપર આવેલ નાનીકડી મેઘના છાત્રાલય ખાતે શ્રી ઝાલાવાડી ખાખરીયા કડવા પાટીદાર જ્ઞાતિ મંડળ કડી દ્વારા વાર્ષિક સ્નેહમ કાર્યક્રમ પહેલી નવેમ્બરને શનિવારની રાત્રે યોજાઈ ગયો.ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.તેમજ" વિદેશી વહુ તને શું કહું? " શીર્ષક નું નાટક કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાજિક એકતા અને વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે કરવામાં આવ્યું હતું.4