રાપર: ભીમાસર સીમમાં જમીન પર કબજો જમાવી વાવેતર કરી નાખતા લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ
Rapar, Kutch | Oct 7, 2025 રાપર તાલુકાના ભીમાસર ગામની સીમમાં આવેલી જમીન ઉપર ત્રણ ઈસમોએ ગેરકાયદેસર અડિંગો જમાવી લીધો હતો અને તેના પર વાવેતર કરી જમીન હડપ કરી લેવાનો પ્રયાસ કરતાં ગુનો નોંધાવા પામ્યો છેનવીન લખમણ ગોયલ રાજપૂત અને તેમના પરિવારના સભ્યોએ ભીમાસર ગામની સીમમાં ૨૨,૨૫૮ ચોરસ મીટર જમીનની ખરીદી કરી હતી, જેમાંથી ૭,૭૭૩ ચોરસ મીટર જમીનમાં આરોપી ખેતા હીરજી ચામરિયા, કાના બીજલ ભરવાડ અને સામા રાયમલ, રહે. તમામ પદમપરવાળાએ ગેરકાયદેસર કબજો કરી લીધો હતો.