ભાવનગર શહેર: કુંભારવાડા સરકારી હોસ્પિટલ ખાતે ફરિયાદો ઉભી થતા સ્થાનિક નગરસેવકે રૂબરૂ મુલાકાત લીધી, આંદોલનની ચીમકી ઉચ્ચારી #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Jul 3, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલું અર્બન હેલ્થ સેન્ટર જેને કરોડોના ખર્ચે આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે. પરંતુ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ સંચાલિત આ હોસ્પિટલ ની હાલત હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે. હોસ્પિટલમાં જરૂરી દવા ઇન્જેક્શન અને બોટલોનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે. જેને લઇને દર્દીઓ ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યા હતા ત્યારે આ અંગે સ્થાનિક નગર સેવક દ્વારા રૂબરૂ મુલાકાત લઇ હોસ્પિટલની પરિસ્થિતિ અંગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.