ગોધરા: ગોધરા તાલુકાના જુનીધરી ગામે નજીવી બાબતે ઝઘડો: બાળક પર ઈંટ વડે હુમલો કરી ધમકી આપનાર શખ્સ સામે ગુનો દાખલ
ગોધરા તાલુકાના જુનીધરી ગામે ઓટલા પર બેસવાની નજીવી બાબતે થયેલા ઝઘડામાં 11 વર્ષના બાળક પર હુમલો થયો હતો. અજયભાઈ માછીએ બાળક ભાવિનકુમારને લાફો માર્યા બાદ તેની માતા ભાવનાબેન પૂછપરછ કરવા જતા અપશબ્દો બોલી ઈંટ ફેંકી હતી. ઈંટ બાળકના ખભા પર વાગતા તેને ઈજા પહોંચી હતી. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભાવનાબેનની ફરિયાદના આધારે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.