વઢવાણ: ગેબનશાપીર સર્કલ ખાતે સરદાર સન્માન યાત્રાનું સર્વ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
બારડોલી થી શરૂ થયેલી સરદાર સન્માન યાત્રા સુરેન્દ્રનગર ગેબનશાપીર સર્કલ ખાતે પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પટેલ સમાજ ઉપરાંત સુરેન્દ્રનગર શહેરના અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ. બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરી યાત્રા બાઇક અને કાર સાથેની રેલી સ્વરૂપે શહેરના મુખ્ય માર્ગો પર ફરી.યાત્રાન સ્વાગતમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.