બોડેલી: સોનગીર ખાતે વનવિસ્તારના કામોને લઈને કૂપ લેઆઉટ ડેમો યોજાયો
છોટાઉદેપુર વન વિભાગના બોડેલી રેન્જ હેઠળ સોનગીર ખાતે વનવિસ્તારના કામોને લઈને કૂપ લેઆઉટ ડેમો યોજાયો હતો. નાયબ વન સંરક્ષક આર.બી. સોલંકીના માર્ગદર્શન હેઠળ મદદનીશ વન સંરક્ષક ફતેસિંહ મીના (IFS), ACF બોડેલી જે.કે. સોલંકી, RFO, વનપાલ તથા વનરક્ષક સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં એકદિવસીય કાર્યશાળા યોજાઈ હતી. વડોદરા સર્વેયર RFOએ વનીકરણ સંબંધિત માહિતી સાથે આગોતરા કામોની પ્રેક્ટિકલ માર્ગદર્શિકા આપી હતી.