ગોધરા: પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ: આજે નવો એક પણ શંકાસ્પદ કેસ નોંધાયો નથી, ૧૮ દર્દીઓ સાજા થયા
પંચમહાલ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના ૩૦ જુલાઈના રિપોર્ટ મુજબ, જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક પણ નવો શંકાસ્પદ કે પોઝિટિવ કેસ કે મૃત્યુ નોંધાયું નથી. રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધીમાં કુલ ૧૮ દર્દીઓ સંપૂર્ણ સાજા થઈ ચૂક્યા છે. હાલમાં માત્ર ૧ દર્દી જ સારવાર હેઠળ છે, જ્યારે વાયરસના કારણે અત્યાર સુધીમાં ૨ પોઝિટિવ દર્દીઓના મોત થયા છે.